સૌરાષ્ટ્ર અને કચ્છને જોડતી ટ્રેન શરુ કરવાની વર્ષોથી લોકો માંગણી કરી રહ્યા હતા અનેક વખત માંગણી બાદ નેતાઓ પોતાનું નાક બચાવવા ત્રણ દાયકા બાદ ભુજ રાજકોટ સ્પેશ્યલ ટ્રેન શરુ કરાવી હતી.
જોકે આ ટ્રેન જ્યારથી શરુ થઇ હતી ત્યારથી કચ્છથી મોરબી આવવાનો સમય તેમજ રાજકોટથી મોરબી આવવાનો સમય બિન ઉપયોગી હોવાથી મુસાફરોની સંખ્યા થઇ શકે તેમ ન હોવાથી ટ્રેનના સમયમાં ફેરફાર કરવા માંગણી કરી હતી. આ ઉપરાંત જે તે સમયે 30 જુન સુધી જ ટ્રેન ચાલવાની હોવાથી તેની સમય મર્યાદા વધારવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. જોકે મોરબી જિલ્લાની નબળી નેતાગીરી ટ્રેનની ત્રણ મહિનાની મુદત વધારો ન કરી શકતા 30 જુનથી ભુજ રાજકોટ ટ્રેન રેલ્વે તંત્રે બંધ કરી દીધી છે. ફરી એકવાર લાંબા અંતરની ટ્રેન માટે મોરબીવાસીઓ જ્યાં હતા. ત્યાં આવી ગયા છે અગાઉ રાજ્યસભાના સાંસદ કેસરીદેવ સિંહ, લોકસભા સાંસદ વિનોદ ચાવડા, મોરબીના તમામ ધારાસભ્યો થી લઇ ચૂટાયેલા પદાધિકારીઓને આ ટ્રેનની મુદ્દત ત્રણ મહિનાથી વધારવમ આવે તેવી માંગણી કરી હતી અને તમામ નેતાઓએ તેના માટે રજૂઆતના દાવા પણ કરાયા હતા. જોકે નેતાઓની એક પણ કારી ન ફાવી હોય તેમ ત્રણ મહિના બાદ આજથી ભુજ મોરબી રાજકોટ ટ્રેનની ટ્રીપ બંધ થઇ ગઈ છે. જેના કારણે આવનાર સમયમાં ફરી એકવાર મોરબીવાસીઓ ફરી ખાનગી વાહનના સહારે કચ્છ જવાની ફરજ પડશે.
મોરબી જિલ્લામાં 4 લોકસભાના સાંસદ અને 1 રાજ્યસભાના સાંસદ તેમજ 5 ધારાસભ્યો, જિલ્લા પંચાયતના ચુટાયેલા પધાધિકારીઓની મોટી ફોજ હોવા છતાં લાંબા અંતરની ટ્રેનનો સમયમાં વધારો ન કરાવી શકતા હોય તો જિલ્લા વાસીઓના બીજા કામ શું કરાવી

