મોરબીના મહેન્દ્રનગરમાં આવેલ ગણેશ એપાર્ટમેન્ટ એક્સીસ બેંક પાછળ રહેતા અને મૂળ આંધ્રપ્રદેશના વતની સત્યનારાયણ નાગેન્દ્રરાવ પ્રસાદે અજાણ્યા સાત શખ્સો વિરુદ્ધ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, સત્યનારાયણાને ઓનલાઇન જોબ વર્ક આપવાની ટેલીગ્રામ દ્રારા વાતચીત કરી ઘર બેઠા રૂપીયા કમાવવાની લોભામણી લાલચ આપી ફરીયાદીનો વિશ્વાસ ભરોસો કેળવી આરોપીઓએ અલગ-અલગ બહાના હેઠળ ફરીયાદી પાસેથી કુલ રૂ.- 62,93,925 ઓનલાઇન જોબ વર્ક પેટે રોકાણ કરાવી જે રોકાણ કરેલ ફરીયાદીના લેણા થતા રૂપીયા ફરીયાદીને આજ દિન સુધી પરત નહી આપી ફરીયાદી સાથે છેતરપીંડી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

