HomeGujaratમોરબી-માળિયા હાઇવે ઉપર કતલખાને ધકેલાતા 15 અબોલ જીવ બચાવાયા

મોરબી-માળિયા હાઇવે ઉપર કતલખાને ધકેલાતા 15 અબોલ જીવ બચાવાયા

મોરબી માળિયા હાઇવે ઉપર કતલખાને ધકેલાતા 15 અબોલ જીવ બચાવાયા

કચ્છથી આઇસર ટ્રકમાં ભરી નવ ભેંસ અને છ પાડા કતલખાને લઈ જવાતા હતા

મોરબી-કચ્છ હાઇવે ઉપર માળીયા નજીક આવેલ ઓનેસ્ટ હોટલ પાસેથી ગૌ સેવકોએ આઇસર ટ્રકમાં ક્રૂરતાપૂર્વક કતલખાને લઈ જવાય રહેલ પંદર ભેંસ અને પાડા જીવ બચાવી અબોલ જીવને મુક્ત કરાવાયા હતા. સાથે પશુ પ્રત્યે કુરતા આચરનાર શખ્સ વિરુદ્ધ માળીયા મીયાણા પોલીસ મથકમાં ગુનો નોંધાવાયો હતો.

મોરબી કચ્છ હાઇવે ઉપર કચ્છ તરફથી જીજે 12 સીટી 2457 નંબરના આઇસર ટ્રકમાં ઘાસચારાની કોઈ વ્યવસ્થા કર્યા વગર ટૂંકા દોરડા બાંધી નવ ભેંસ તેમજ છ પાડાને ખીચો ખીચ કતલખાને ધકેલવામાં આવી રહ્યા હોવાની માહિતીને પગલે ગૌ સેવકોએ પોલીસને સાથે રાખી માળીયાની ઓનેસ્ટ હોટલ નજીકથી આઇસર ટ્રક ને ઝડપી લઈ ટ્રક ચાલક ઉંમર ભાઈ સાલમભાઈ મકવા રહે. અંજાર કચ્છ વાળા વિરુદ્ધ ફરિયાદી નિકુંજ લલિતભાઈ ભૂત રહે મહેન્દ્રનગર મોરબી વાળાએ પશુ પ્રત્યે કુરતા આચરવા સબ ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં પોલીસે 6 લાખનો ટ્રક કબજે કરી 96 હજારની કિંમતના પશુઓને મુક્ત કરાવ્યા હતા.

 

 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW