HomeGujaratમોરબીમાં સ્ટેમ્પ પેપર મેળવવામાં અરજદારોને હાલાકી, કેટલાક સ્ટેમ્પ વેન્ડર વધુ રૂપિયા ઉઘરાવતા...

મોરબીમાં સ્ટેમ્પ પેપર મેળવવામાં અરજદારોને હાલાકી, કેટલાક સ્ટેમ્પ વેન્ડર વધુ રૂપિયા ઉઘરાવતા હોવાની ફરિયાદ

રાજ્ય સરકાર દ્વારા લોકોની સુવિધા માટે ઈ-સ્ટેમ્પની જોગવાઈ કરી હતી અને તેના માટે સરકારી કચેરી ઉપરાંત સ્ટેમ્પ વેન્ડરોને પણ સ્ટેમ્પ વેચવાની સતા આપી છે, પરંતુ મોરબી જિલ્લામાં આમ છતાં સ્ટેમ્પ મેળવવામાં અરજદારોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને તાલુકા સેવા સદન કચેરી બહાર કેટલાક લોકો સ્ટેમ્પ ખરીદવા આવતા અરજદારો પાસેથી ફોર્મ ભરવાના નામે વધુ રૂપિયા ઉઘરાવતા હોવાની ફરીયાદો ઉઠી રહી છે. 50 રૂપિયાના સ્ટેમ્પના 70 રૂપિયા અને 100, 200 કે તેથી વધુ રૂપિયાના સ્ટેમ્પ પર વધુ કમીશન લેવામાં આવી રહ્યું છે.

આ અંગે સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, રાણેવાડીયા દેવેશ મેરૂભાઈ, ગીરીશ કોટેચાએ મોરબી જિલ્લા કલેકટરને લેખિત અરજી કરી છે જેમાં જે સ્ટેમ્પ વેન્ડરો વધુ રૂપિયા ઉઘરાવતા હોય તેની સામે કાર્યવાહી કરવા તેમજ સામાકાંઠે આવેલી પોસ્ટ ઓફીસમાં સ્ટેમ્પ વેચાણ શરુ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. સામાજિક કાર્યકરોએ આ અંગે કાર્યવાહી કરી સ્ટેમ્પ વેન્ડર પાસે નિયમ મુજબ પૈસા લેવા અને પોસ્ટ ઓફીસમાં સ્ટેમ્પ વેચાણની કાર્યવાહી કરવામાં નહી આવે તો ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં આવશે તેવી ચીમકી ઉચારવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW