આગામી સમયમાં વર્ષાઋતુ તેમજ હવામાન ખાતાની વખતો વખતની આગાહી ધ્યાને લઇ મોરબી મહાનગરપાલીકા વિસ્તારમાં તા. 01/06/2025 થી તા. 31/10/2025 સુધી પ્રી-મોન્સૂન પ્લાનનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં કચેરીના કામકાજના દિવસે રાઉન્ડ ધ કલોક જુદા જુદા કર્મચારીને હુકમ કરી કંટ્રોલ શરૂ કરવામાં આવ્યો છે.
મોરબી મહા નગરપાલિકાના જુદા જુદા 13 આરોગ્ય કેન્દ્ર પર જરૂરી તમામ પ્રાથમિક સારવારોની સેવાઓ સુનિશ્ચિત કરવામાં આવેલ છે. અત્રેની કચેરીમાં કાર્યક્ષેત્રમાં આવતા નીચાણ વાળા વિસ્તારો ( જ્યાં પાણી ભરાવવાની શક્યતા હોય તેવા) ખાલી કરી સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવા અનુરોધ કરવામાં આવે છે. જાહેર જગ્યાએ ભૂગર્ભ ગટર/વરસાદી પાણીના ઢાંકણા તૂટેલ હોય અથવા ન હોય અને તેવા જોખમી પાણીના નિકાલમાં કોઈ ઢોર કે માનવ નુકસાન ન થાય તે હેતુ જાગૃત નાગરિક તરીકે ઉક્ત જણાવેલ ફરિયાદ નંબર પર નોધાવવા પણ અનુરોધ કરવામાં આવેલ છે.


