HomeGujaratમોરબીના લખધીરપુરની ગામતળની એક વીઘા જમીનમાં ખડકાયેલ દબાણ તાલુકા પંચાયતે દુર કરાવ્યું

મોરબીના લખધીરપુરની ગામતળની એક વીઘા જમીનમાં ખડકાયેલ દબાણ તાલુકા પંચાયતે દુર કરાવ્યું

મોરબી તાલુકાના લખધીરપુર ગામની સર્વે નંબર 72  /1 પૈકી 1માં મોરબી ડેપ્યુટી કલેકટર દ્વારા નવા ગામ તળને મંજુરી આપેલ હોય જે પૈકી 1 વીઘા જમીનમાં આજ ગામના દેવજીભાઈ ગંગારામભાઈ ખાણધાર દ્વારા ગેર કાયદે દબાણ કર્યું હતું આ જમીન ગરીબ લાભાર્થીઓના 100 ચોરસ વારના પ્લોટ ફાળવણી માટે નીમ કરવામાં આવી હતી આ જમીન ખાલી કરવા તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત દ્વારા નોટીસ પાઠવી દબાણ દુર કરવા સુચના આપવા છતાં સ્વૈચ્છિક રીતે દબાણ દુર ન કરતા આ અંગે ગ્રામ પંચાયત દ્વારા ઉચ્ચ કક્ષાએ રીપોર્ટ કરતા ડીડીઓ જે એસ પ્રજાપતિના માર્ગદર્શનમાં તાલુકા વિકાસ અધિકારી પી એસ ડાંગર,વિસ્તરણ અધિકારી વિસ્તરણ અધિકારી સી.એમ.ભોરણીયા , વિસ્તરણ અધિકારી એચ.ડી.રામાનુજ , સીનીયર ક્લાર્ક ડી.સી. દેત્રોજા તથા જિલ્લા પંચાયત કચેરીના લિગલ એડવાઇઝર સંજય નરોલા તથા મોરબી તાલુકા પોલીસ સ્ટાફ સ્થળ ઉપર હાજર રહ્યા હતા
આગામી દિવસમાં આશરે 1 વિઘાથી વધારે ગામ તળની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવેલ જે જગ્યાએ  ગરીબ લાભાર્થીને 100 ચો.વાર પ્લોટ સોંપવાની કામગીરી હાથ ધરવામાં આવશે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW