HomeGujaratમોરબીમાં ક્રીપ્ટો કરન્સીમાં રોકાણ નામે યુવક સાથે 1.5 કરોડની છેતરપિંડીની ઘટનામાં વધુ...

મોરબીમાં ક્રીપ્ટો કરન્સીમાં રોકાણ નામે યુવક સાથે 1.5 કરોડની છેતરપિંડીની ઘટનામાં વધુ એક આરોપી વડોદરાથી ઝબ્બે

મોરબીના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોધાઇ હતી. જેમાં મોરબીના કાયાજી પ્લોટ વિસ્તારમાં આવેલ પ્રમુખ સોસાયટીમાં રહેતા અને ટ્રેડીંગ વ્યવસાય સાથે જોડાયેલ નિમીશભાઈ કનૈયાલાલ પંડિત નામના વેપારીએ  મોરબી શક્તિ ચેમ્બરમાં સીમકો સેલ્સ એજન્સીમાં ઓનલાઈન ક્રીપ્ટો કરન્સીમાં રોકાણની લાલચ આપી થોડા થોડા રકમ ઇન્વેસ્ટ કરાવવાના નામે રૂ 1.5 કરોડ જેટલી માતબર રકમ પડાવી લીધી હતી. બાદમાં ફોન તેમજ જે વેબસાઈટમાં રોકાણ કરતા હતા તે તમામ વસ્તુ બંધ કરી રફુચક્કર થઇ ગયા હતા. યુવકે શોટ કટમાં લગભગ 1.5 કરોડ જેટલી માતબર રકમ ગુમાવ્યા બાદ પોલીસ ફરિયાદ કરતા પોલીસે અલગ અલગ દિશામાં તપાસ કરી બેંક ખાતા તેમજ જે વેબ સાઈટનો ઉપયોગ થયો હતો. તેની આઈપી એડ્રેસ તેમજ અન્ય ટેકનીકલ એક્સપર્ટની મદદથી તપાસ કરતા અગાઉ પોલીસ તપાસમાં અગાઉ રાકેશ સોલંકી, રાકેશ રાઠવા અને અરવિંદ પરમારની ધરપકડ કરવામાં આવી હતી અને રિમાન્ડ પર લીધા બાદ તેની પૂછ પરછ કરાઈ હતી રિમાન્ડ પૂર્ણ થતા તમામને જેલ હવાલે કર્યા હતા.

આ દરમિયાન વધુ આરોપી વિપુલ ઠાકુરની ભૂમિકા સામે આવતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી અને વડોદરાના વાઘોડિયા તાલુકામાંથી તેની ધરપકડ કરી હતી. આરોપીની પૂછ પરછ કરતા તેને મુખ્ય આરોપી અગાઉથી અલગ અલગ લોકોંના ખાતાની વિગત મુખ્ય આરોપીને આપતો આ ખાતામાં રૂપિયા રાખજમા કરવાની સગવડ કરી આપતો જેના બદલામાં જે પણ રકમ જમા થાય તેના પર 2 ટકા જેટલું કમીશન લેતા હોવાનું ખુલ્યું છે. હાલ પોલીસે આરોપીએ અત્યાર સુધી કોના કોના એકાઉન્ટ ઉપયોગ કર્યો જે પણ એકાઉન્ટ હતા તે ઓરીજનલ હતા કે બીજાના ડોક્યુમેન્ટ ઉપયોગ કરી બોગસ ખાતા બનાવી પૈસા જમા કરતો હતો અત્યાર સુધીમાં કેટલી રકમ જમા કરવી અને કેટલું કમીશન મેળવ્યું વગેરે બાબતોની તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW