HomeGujaratદ્વારકાના ગોમતીઘાટમાં 7 લોકો ડૂબ્યા, એક યુવતીનું મોત

દ્વારકાના ગોમતીઘાટમાં 7 લોકો ડૂબ્યા, એક યુવતીનું મોત

દ્વારકામાં આવેલ ગોમતીઘાટમાં આજે બપોરે સાત લોકો નહાવા માટે ઉતર્યા હતા. જેમાં આ સાતેય લોકો પાણીના પ્રવાહમાં તણાવા લાગ્યા હતા. જેથી સ્થાનિકો તેની મદદે આવ્યા હતા.

જેમાં સમુદ્રમાં કરંટના પગલે ગોમતી નદીમાં પાણીનો પ્રવાહ વધતા 4 યુવક અને 3 યુવતીઓ મળી કુલ 7 જેટલા પ્રવાસીઓ ડૂબ્યા છે. ફાયરની ટીમ તેમજ સ્થાનિક ઊંટ ચલાવનાર લોકોએ ડૂબતા લોકોનું રેસ્ક્યુ કર્યું. યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અને રેસ્કયુ કરેલ લોકોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે. જેમાં બે મહિલાઓની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર માટે જામનગર ખસેડાઈ છે. જયારે આ ઘટના બની ત્યારે એક ઊંટની સવારી કરાવવાવા વાળા વ્યક્તિએ તરત જ પોતાનું ઊંટ નદીમાં ઉતાર્યું હતું અને ડૂબતા લોકોને બચાવ્યાં હતા અને બાદમાં રેસ્ક્યુ બોટ આવી અને ડૂબતા લોકોને બચાવ્યાં હતા. ત્યાં હાજર સ્થાનિકોએ ઊંટ અને બોટથી રેસ્ક્યુનો વિડીયો પોતાના કેમેરામાં રેકોર્ડ કર્યો હતો. જો આ ઘટનામાં ઊંટવાળો સમયસર ન પહોંચ્યો હોત તો ઘટના વધુ ગંભીર બની હોત. પ્રાથમિક માહિતી અનુસાર, પ્રવાસીઓ જામનગરના હોવાનું આવ્યું સામે આવ્યું છે. ડૂબવાની ઘટનામાં ભાગ્યેશ્વરી નામની 1 યુવતીનું મોત નીપજયું છે. તો અન્ય યુવતી ગંભીર રીતે ઘાયલ છે. તમામને દ્વારકાની સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.

15 મેથી દ્વારકાનો દરિયો તોફાની બન્યો છે. માછીમારોને દરિયામાં જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દરિયા કિનારે અને ગોમતી નદીમાં સ્નાન પર પણ પ્રતિબંધ છે. ચેતવણી બોર્ડ લગાવ્યા છતાં બહારગામથી આવતા પ્રવાસીઓ નદીના તેજ વહેણથી અજાણ હોવાથી આવી દુર્ઘટનાઓ બને છે. અવારનવાર આ રીતે પ્રવાસીઓના ડૂબવાની ઘટના સામે આવવા છતાં પણ સ્થાનિક તંત્ર નિંદ્રાધીન છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW