HomeGujaratજૈનાચાર્યના સાબરમતી સેન્ટ્રલ જેલમાં પ્રવચન બાદ કદીઓએ વ્યસનમુક્તિ અને ક્રોધત્યાગનો સંકલ્પ કર્યો

જૈનાચાર્યના સાબરમતી સેન્ટ્રલ જેલમાં પ્રવચન બાદ કદીઓએ વ્યસનમુક્તિ અને ક્રોધત્યાગનો સંકલ્પ કર્યો

સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંદીવાનોને પ્રવચન આપતા શ્રમણીગણનાયક ગુરુગુણચરણરજ જૈનાચાર્ય રશ્મિરત્નસૂરિજી એ જણાવ્યું કે, જગતમાં બે આવેશ ખતરનાક છે.. “ક્રોધાનેશ અને ક્રોધાવેશ” આ બંને ક્ષણિક આવેશોને કંટ્રોલમાં ન રાખી શકવાથી એવા કૃતયો થઈ જાય છે જેનાથી જિંદગીભર હાથમાં માત્ર પસ્તાવો જ રહે છે. પં.નીતિરત્નવિજયજીએ પણ પ્રવચન આપ્યું. બંદીવાનોએ જીવનભર વ્યસનમુક્તિ, ક્રોધત્યાગ અને આત્મહત્યા ન કરવા નો સંકલ્પ કર્યો. જેલર વકીલ, વેલફેર ઓફિસર પટની વિગેરેનો સહયોગ પ્રસંશનીય મળ્યો. આ આખું આયોજન સુરત-કરુણા સંસ્થાના ધરણેન્દ્રભાઈના સહયોગ માર્ગદર્શન પૂર્વક થયું હતું.

આ પૂર્વે પણ પૂજ્ય ગુરુભગવંતએ સાબરમતી સેન્ટ્રલ જેલમાં 3 વાર, લાજપોર સેન્ટ્રલ જેલમાં 1 વાર, નાસિક સબજેલમાં 2 વાર, સુરત સબ જેલમાં 1 વાર, પાલી જેલ, ડુંગરપુર જેલ, અઠવાલાઇન્સ જુવેનિલ જેલ મા પણ પ્રવચન આપેલ છે અને ઘણા બંદીઓને પશ્ચાતા દ્વારા સંસ્કારવાન બનાવવા કોશિશ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW