મોરબીના વાવડી રોડ વિસ્તારમાં આવેલા રવી પાર્કમાં રહેતા મનસુખભાઈ જગદીશભાઈ ભલછોડ નામના વેપારી યુવાને
દામજી ઉર્ફે ટીનો જીવરાજભાઈ મંડલી, તેમના પત્ની રેખાબેન દામજીભાઈ મંડલી અને દામજીભાઈના સાળી અલ્પાબેન સામે બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે જેમાં તેઓએ આરોપ લગાવ્યો હતો કે ગત તા 31 ના સાંજે પોણા સાત વાગ્યાની આસપાસ મોરબી નજીક આવેલા નવલખી રોડ નજીક ઘુતારી વિસ્તારમાં આવેલા ઈટોના ભઠ્ઠા માં કામ કરતા હતા તે દરમિયાન મજુરોના કામ કરવા મુદે દામજીભાઈએ મનસુખભાઈ સાથે ઝઘડો કર્યો હતો અને ગાળા ગાળી કરતા મનસુખભાઈના પત્ની શિલ્પાબેન તેને છોડાવવા જતા અન્ય આરોપી રેખાબેન અને અલ્પાબેન સહિતના ત્રણેય આરોપીઓએ દંપતી પર હુમલો કર્યો હતો અને ઈજા પહોચાડી હતી બનાવ અંગે બી ડીવીઝન પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

