રવાપર: પી.એચ.સી. રાજપર ના આયુષ્માન આરોગ્ય મંદીર રવાપર ખાતે આજ રોજ “રાષ્ટ્રીય માસિક સ્વચ્છતા દિવસ” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા આજના દિવસે કિશોરીનું એનીમીયા(લોહિ ના ટકા) તપાસ, વજન, ઊંચાઈની તપાસ કરવામાં આવી હતી તથા સેનેટરી પેડ તેમજ આર્યનની ગોળીનુ વિતરણ કરેલ હતુ. જેમાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે.શ્રીવાસ્તવ, જીલ્લા રસીકરણ અધિકારી ડો. સંજય શાહ, તાલુકા હેલ્થ ઓફિસર ડો. રાહુલ કોટડીયા તથા રાજપર મેડીકલ ઓફિસર ડો. હિરલ કે. સનારીયાના માર્ગ દર્શન હેઠળ આયુષ્માન આરોગ્ય મંદીર રવાપરના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર પ્રજ્ઞૅશ બી. પટેલ, ટી.એચ.વિ. અંજુ બેન, FHS ગીતા બેન સહીતના આરોગ્ય સ્ટાફ દ્રારા ઊજવણી કરવામા આવી હતી. આ રીતે “માસિક સ્વચ્છતા દિવસ”ને સફળતાપૂર્વક ઉજવી, આરોગ્ય મંદિર દ્વારા લોકજાગૃતિ માટે સારો સંદેશ આપવામાં આવ્યો.

