મોરબીના એક નિવૃત પ્રોફેસરે તેના નિવૃત્તિ બાદ બાળકો વાંચન તરફ પ્રેરાઈ તેમજ સ્વામી વિવેકાનંદના વિચારો અનુસરે તેવા હેતુથી નિવૃત્તિ બાદસ્વામી વિવેકાનંદની પુસ્તકોનું વિતરણ શરુ કર્યું હતું. તેઓએ માત્ર મોરબી જ નહી પણ રાજ્યના તમામ તાલુકામાં તેમના ખર્ચે જઈ લગભગ 8 લાખ જેટલી પુસ્તકોનું વિતરણ કર્યું હતું.
મોરબીની કોલેજમાં અભ્યાસ કર્યો બાદમાં ત્યાં જ અધ્યાપક તરીકે નોકરી કર્યા બાદ મિકેનિકલ ડિપાર્ટમેન્ટ માંથી નિવૃત્ત થયેલા પ્રોફેસર ભાણજીભાઈ અગોલા કે જેઓ મૂળ મોરબી તાલુકાના હરીપર ગામના વતની હોય નાનપણથી જ તેઓને અભ્યાસમાં અને ઉત્તર વાચનમાં રસ હતો અને નિવૃત્તિ બાદ યુવાનો પણ જ્ઞાનરૂપી ગંગામાં ડૂબતી લગાવે તેવા આશ્રયથી પુસ્તક દાન કરવાનું વિચાર્યું અને એક અભિયાન શરૂ કર્યું ખાસ કરીને તેઓએ સરકારી શાળામાં અભ્યાસ કરતા છ સાત અને આઠના વિદ્યાર્થીઓને વાંચન તરફ પહેરવાનું બીડું ઝડપ્યું હતું. યુવાનોના આઇકોન એવા સ્વામી વિવેકાનંદ તેમના પ્રેરણા સ્ત્રોત હોય અને યુવાનો પણ તેમના વિચારો સુધી પહોંચે તે માટે 2014 થી પુસ્તકોનું વિતરણ શરૂ કર્યું હતું, તેમની નાની એવી ગાડીમાં અંદાજિત અઢી લાખ km જેટલી પોતે ડ્રાઇવિંગ કરી સમગ્ર ગુજરાતમાં આ અભિયાન ચલાવવાનું બીડું ઝડપથી હતું તેઓએ લગભગ થી રાજ્યના તમામ તાલુકામાં આઠ લાખ વિદ્યાર્થીઓને વિનામૂલ્ય સ્વામી વિવેકાનંદના જીવન અંશોના પુસ્તકની ભેટ આપી આ પુસ્તકનું મહત્વ સમજાવ્યું હતું ને પણ વાંચન માટે પ્રેરણા આપી હતી.
વર્ષો સુધી નિશુલ્ક પુસ્તકો વિતરણ કર્યા હતા જે પૈકી ઘણા છાત્રોએ પ્રેરણા મેળવી હતી અને જીવનમાં પ્રગતિ કરી આવા છાત્રો પૈકી એક છાત્રે તેમને પત્ર લખી તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેમના થકી પોતે જીવનમાં કંઈક સારું કામ કરવા પ્રેરાયા હોવાનું જણાવતા ભાણજીભાઈએ ફરી એકવાર પુસ્તક વિતરણ કામગીરી વેગવાન બનાવી છે. હવે તેઓ છેલ્લા એક મહિનાથી સૌરાષ્ટ્રના પ્રથમ પાટીદાર સમાજની બોરડી ના સ્થાપકનું પ્રેરણાદાયી જીવન ચરિત્ર 32 લક્ષણો બલિદાન પુસ્તકનું પણ વિતરણ શરૂ કર્યું છે ત્યાં સુધીમાં હજારથી વધુ પુસ્તકોનું વિતરણ કરી ચૂક્યા છે અને બે લાખ સુધી વિતરણ કરવાનું તેઓના સંકલ્પ છે.

