HomeGujaratહળવદના ચરાડવા ગામે આવેલ મહાકાળી આશ્રમના મહંતનું નિધન

હળવદના ચરાડવા ગામે આવેલ મહાકાળી આશ્રમના મહંતનું નિધન

હળવદના ચરાડવા ગામે મહાકાળી આશ્રમના મહંત દેવગીરી બાપુનું આજે વહેલી સવારે નિધન થયું છે. મહંત દેવગીરી બાપુનો જન્મ 4/11/1892 માં થયો હતો તેઓ આજે 133 વર્ષની ઉંમરે પોતાનો નશ્વરદે છોડી દીધો છે. છેલ્લા ત્રણ દિવસથી રાજકોટ ખાતે ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલતી હતી, પરંતુ આજે વહેલી સવારે પાંચ વાગ્યે તેમનું નિધન થયું છે. જેને લઈને તેના અનુયાયીઓમાં શોકનો માહોલ છવાયો છે.

133 વર્ષની ઉંમરે મહંત દયાનંદ ગીરીબાપુ નું નિધન થયું છે, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના ઘણા બધા અન્યાયો તેમને ત્યાં દર્શન કરવા આવતા હતા. તેમજ ઘણા વર્ષોથી તેમને માનતા હતા ત્યારે આજે તેમના દુઃખદ સમાચાર સાંભળી તેના અનુઆયો તેમના દર્શન કરવા માટે ચરાડવા મહાકાળી આશ્રમ ખાતે આવી પહોંચ્યા છે, તેમજ ચરાડવા સમગ્ર ગામમાં તેમની પાલખીયાત્રા યોજી ત્યારબાદ સાંજના સમયે તેમને સમાધિ આપવામાં આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW