કેન્દ્ર સરકારના ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ દેશના તેમા લોકોને ભોજન પૂરું પાડવાની જે તે રાજ્ય સરકાર ને જવાબદારી સોંપાઈ છે અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ જિલ્લામાં સસ્તા અનાજ દુકાન થકી ગરીબ અને જરૂરિયાત મંદ પરિવારને રાશન કાર્ડ થકી રાશન આપવામાં આવી રહ્યું છે. જોકે છેલ્લા કેટલાક વર્ષોમાં ભૂતિયા નામ હોવાના કારણે ખોટા લોકો લાભ લેતા અટકાવવા ઈ કેવાયસી કામગીરી શરૂ કરી દીધી. મોરબી જિલ્લામાં કુલ 670691 સભ્યોના નામ રાશન કાર્ડમાં ઈ કેવાયસી કરવાને પાત્ર હતા. જેમાંથી આજ સુધી 569261 સભ્યોના જ નામ અપડેટ થઈ શક્યા છે. ટકાવારીની દ્રષ્ટિએ લગભગ 84.99 ટકા કામગીરી પૂર્ણ થઈ છે. જ્યારે 15 ટકા જેટલી કામગીરી બાકી છે. આ જોકે દસ મહિના કરતાં પણ વધુ સમય થવા છતાં આજની સ્થિતિએ 1,01,430 સભ્યોના ઈ કેવાયસી થયા નથી જેના કારણે આગામી દિવસોમાં આ સભ્યોને રાશન કાર્ડ મળતું રાશન અટકી શકે તેવી શક્યતા છે.
આ કામગીરીમાં શરૂઆતના મહિનાઓમાં સર્વર ડાઉન થવા ,અરજદારોનો ફલો વધારે હોવાના કારણે કામગીરિ ધીમી થવા, અનેક લોકોના આધાર કાર્ડ જ અપડેટ ન થવાના કારણે લોકોના રાશનકાર્ડ પણ અપડેટ થઈ શક્યા ન હતા જોકે તંત્ર દ્વારા આ માટે અલગ અલગ સ્થળોએ કેમ્પ કરીને પણ કામગીરી શરૂ કરવામાં આવી હતી. તંત્ર દ્વારા લોકોને તેના રાશન કાર્ડ સસ્તા અનાજ દુકાન, મામલતદાર કચેરી તેમજ પોતાના મોબાઇલ થકી ઓનલાઈન my rashan એપ થકી એપ્ડેટ કરવા અપીલ કરાઈ છે. જોકે 18 વર્ષ થી વધુ વયના લોકો આજે ઈ કેવાયસી કરે તો બીજા દિવસે રાશન મેળવી શકે છે.
મોરબી જિલ્લામાં એનએફએસસી અંતર્ગત શાસન લઈ રહેલા લાભાર્થીઓ વધુને વધુ એ કહેવાય સી કરે તે માટે તંત્ર દ્વારા તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવ્યા હતા જગ્યાએ કેમ્પ કરવા આંગણવાડીમાં કેવાયસી કરવા તેમજ પોસ્ટ ઓફિસ અને મામલતદાર કચેરી સહિતની જગ્યાઓમાં જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. સતત દસ મહિના સુધી તંત્ર દ્વારા ટેમ્પરેચર લોકોને ઈ કેવાયસી કરવા અપીલ કરવામાં આવી હતી, હજુ પણ 18 વર્ષથી વધુ ઉંમરના લોકો એક આજે એ કેવાયસી કરે તો બીજા દિવસથી તેઓને રાશન મળવાને પાત્ર થઈ જશે. આ ઉપરાંત પાંચ વર્ષથી નાની ઉંમરના બાળકોનું કેવાયસી નહીં હોય તો રાશન અટકશે નહી પરંતુ ભવિષ્યની સ્થિતિને ધ્યાને લઈ કેવાયસી કરવું અનુકૂળ રહેશે હાલ રાશન મળવા અંગેની કોઈ ફરિયાદ અમારા સુધી પહોંચી નથી તેમ જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું હતું.
જાહેર વિતરણ વ્યવસ્થા યોજનામાં રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદા- 2013 હેઠળ અંત્યોદય અને અગ્રતા ઘરાવતા કુટુંબો એમ બે પ્રકારના કુટુંબોને સરકાર દ્વારા સસ્તા અનાજનું વિતરણ કરવામાં આવે છે. પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા મે-2025 માસમાં મે માસના ઘઉં, ચોખા, ખાંડ અને મીઠાનો તથા જૂન માસના ઘઉં અને ચોખાનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી મોરબી જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા જિલ્લાના રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા- 2013 હેઠળ સમાવિષ્ટ અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબોને સસ્તા અનાજની વાજબી ભાવની દુકાન ખાતેથી મે- 25 માસમાં મે અને જૂન માસનો અનાજનો જથ્થો સમયસર મેળવી લેવા જણાવ્યું છે.

