Sunday, January 18, 2026
HomeGujaratહળવદના ચાડધ્રામાં ખાન ખનીજ વિભાગે રેતી ચોરી પકડી, એક લોડર મશીન, ડમ્પર...

હળવદના ચાડધ્રામાં ખાન ખનીજ વિભાગે રેતી ચોરી પકડી, એક લોડર મશીન, ડમ્પર અને બે ટ્રેક્ટરો સહીત કુલ રૂ. 55 લાખનો મુદામાલ જપ્ત

ખાણ ખનીજ વિભાગ મોરબી દ્રારા ચાડધ્રા નદી પટ્ટ વિસ્તાર, તા. હળવદ ખાતેથી સાદી રેતી ખનીજના બિન અધિકૃત ખનન અને વહન કરવા બદલ રેડ કરી એક લોડર મશીન, એક ડમ્પર અને બે ટ્રેક્ટરો એમ કુલ રૂ. 55 લાખના મુદામાલને જપ્ત કર્યો.

મળતી માહિતી મુજબ, ક્લેક્ટર-મોરબીના માર્ગદર્શન હેઠળ તથા જગદીશ એસ. વાઢેર, ભૂસ્તરશાસ્ત્રી, મોરબીની સૂચના અન્વયે તા.18/05/2025ના રોજ મોજે-ચાડધ્રા નદી પટ્ટ વિસ્તાર, તા. હળવદ ખાતે રોયલ્ટી ઇન્સ્પેકટર રાહુલ જી. મહેશ્વરી દ્વારા ચાડધ્રા નદી પટ્ટ વિસ્તાર, તા. હળવદ ખાતેથી આકસ્મિક રેડ કરી સ્થળ પર સાદી રેતી ખનીજનું બિન અધિકૃત ખનન કરતાં એક જોન ડિયર કંપનીનું લોડર કે જેમના માલિક મુકેશભાઇ ભરવાડ, રહે. ધનાળા ફાટક, તા. હળવદ છે અને ખાલી હાલતમાં એક ડમ્પર કે જેના રજી. નં – જીજે.13.એડબલ્યુ.7234 છે કે જેમના માલિક મુકેશભાઇ ભરવાડ, રહે. ધનાળા ફાટક, તા. હળવદ છે અને એક ખાલી હાલતમાં બ્લૂ કલરનું સ્વરાજ 735 એફઈ ટ્રેક્ટર કે જેમના માલિક ગેલાભાઈ રમેશભાઈ કવાડીયા, રહે. મયૂરનગર, તા. હળવદ છે અને એક ખાલી હાલતમાં બ્લૂ કલરનું સ્વરાજ ટ્રેક્ટર કે જેમના માલિક નીતિનભાઈ ધનજીભાઇ કોળી, રહે. દેવળીયા, તા. હળવદ છે. ઉપરોક્ત સાદી રેતી ખનીજના બિન અધિકૃત ખનન કરવા બદલ એક જોન ડિયર કંપની લોડર અને સાદી રેતી ખનીજના બિન અધિકૃત વહન કરવા બદલ એક ખાલી ડમ્પર અને બે ખાલી ટ્રેક્ટરોને સીઝ કરીને તાલુકા પોલીસ સ્ટેશન હળવદની કસ્ટડીમાં મૂકવામાં આવેલ છે. આ બાબતે ખનીજ ચોરીની માપણી કરી આરોપીઓ વિરુધ્ધ ગુજરાત મીનરલ્સ (પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનીંગ, ટ્રાન્સપોટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ-2017 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,210SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page