HomeGujaratમોરબીના બેલા-આમરણ રોડ પર ચણા ભરેલો ટ્રક પલ્ટી મારી જતા એકનું મોત,...

મોરબીના બેલા-આમરણ રોડ પર ચણા ભરેલો ટ્રક પલ્ટી મારી જતા એકનું મોત, એકને ઈજા

મોરબીના બેલા-આમરણ ગામે રહેતા વલીમામદભાઈ ઉમરભાઈ જામએ GJ-14-Z-5777 નંબરના ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપીએ પોતાના હવાલાવાળી ચણાની ભરેલ ટ્રક એક જગ્યાએથી બીજી જગ્યાએ ભરવા જતા હતા. ત્યારે ફરીયાદીના ભાઇ કાદરભાઇ ઉમરભાઇ જામ ટ્રકની પાછળ તથા સમીરભાઇ અને અમીતભાઇને ટ્રકની કેબીનમાં બેસાડી જતા હતા. તે દરમિયાન આમરણ ગામની ગોલાઇ પાસે પોતાના હવાલા વાળો ટ્રક પુર ઝડપે ગફલત પુરઝડપે અને ગફલત ભરી રીતે મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે બેફિકરાઇથી ચલાવી ટ્રકને પલ્ટી મારી જતા પાછળના ભાગે બેસેલ ફરીયાદીનો ભાઇ ચણાની ભરેલ ગુણીઓ નીચે દબાઇ જતા શરીરે તથા વાસામા તથા ડાબા હાથે ગંભીર ઇજા પહોંચતાં કાદરભાઇનું મોત નીપજયું હતું. તેમજ સમીરભાઇને હાથે તથા પગે મુંઢ ઇજા પહોચી હતી. આ બનાવ અંગે ફરીયાદીની ફરિયાદ આધારે પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW