Tuesday, February 17, 2026
HomeGujaratહળવદની વડનગર સોસાયટીમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

હળવદની વડનગર સોસાયટીમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

મોરબી એલસીબી ટીમ હળવદ નજીક પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે હળવદની વડનગર સોસાયટીમાં દરોડો પાડ્યો હતો. જ્યાં રહેણાંક મકાનમાં જુગાર રમતા પ્રવીણભાઈ ઉર્ફે પીટર લીંબાભાઈ કરોતરા, સુરેશભાઈ સિધાભાઇ ભદ્રેસિયા, જ્યંતીભાઈ ખીમજીભાઈ ચાવડા, ચેતનભાઈ પ્રેમજીભાઈ કરોતરા, ભરતભાઈ રાઘવજીભાઈ કરોલીયા અને અશ્વિનભાઈ રમેશભાઈ નિમ્બાર્ક નામના છ શખ્સોને પોલીસે પકડી લઇ તેની પાસેથી કુલ રૂ.- 76,600નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. જ્યારે રેડ દરમિયાન હકાભાઇ કરમણભાઈ રબારી નામનો શખ્સ ઘટના સ્થળેથી નાસી જતા પોલીસે તેને ફરાર બતાવી તમામ શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,240SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page