વાંકાનેરના પ્રતાપગઢ ગામે રહેતા યાકુબભાઈ શેરસીયાએ અજાણ્યા ઈસમો વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા જણાવ્યું હતું કે, ગત તા.-9 મેના રોજ રાત્રીના સમયે કોઈ અજાણ્યા ચોર ઈસમો પ્રતાપગઢ ગામની સીમમાં આવેલ ભંગડાના તળાવ પાસે આવેલ આઈનોક્ષ કંપનીની PRT-02 લોકેશનમાં આવેલ પવનચક્કીના ગેટનો નકુચો તોડીને કન્વટર કેબીનમાંથી આશરે 250 કિલોગ્રામ કોપર બસ બાર તેમજ અર્થીગનો કોપર કેબલ આશરે 110 મીટર જેટલો અલગ-અલગ સાઈજનો જેનો વજન આશરે 50 કિલો આમ કોપરનો કુલ વજન 290 કિલો તથા આઈસોલેટર હેન્ડલ તથા ટ્રાન્સફોરમરની પાછળ આવેલ કોપરની પટ્ટી વિગેરેની કુલ રૂ.- 65000ના મુદામાલની ચોરી કરી તેમજ પવનચક્કીની પેનલમાં તોડફોડ કરી આશરે કિ રૂ.- 5000નું નુકશાન કરી નાસી ગયા હતા. આ બનાવ અંગે ફરિયાદીની ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા ચોર ઈસમો સામે ગુનો દાખલ કરી તેને પકડી એવા તજવીજ હાથ ધરી છે.

