હાલમાં ગુજરાત સહિત સમગ્ર ભારત દેશમાં યુવાનોમાં ઓનલાઈન ગેમિંગનો ચસ્કો વધી ગયેલ છે. ઓનલાઈન ગેમિંગથી પૈસા બનાવવાની લાલસાના કા૨ણે યુવાનો પોતાના પરિવા૨ની બ૨બાદી ત૨ફ વળી રહયા છે. તેમજ આવા ઓનલાઈન ગેમિંગના ચસ્કાને કા૨ણે અનેક યુવાનોએ આત્મહત્યા કરેલ હોવાના પણ બનાવો બનેલ છે. પરંતુ પાછળ તેમના પ૨ીવા૨નું શું ? સ૨કા૨શ્રી માટે જો આ કોઈ આવકનું સાધન હોય તો તે ભારતના નાગરિક માટે બ૨બાદીનું કા૨ણ છે.
જો કોઈ પણ વ્યકિત તીનપતી કે અન્ય જુગા૨ ૨મતા પકડાય તો તેઓને પકડીને મુદ્દામાલ જપ્ત કરી તેમના વિરૂધ્ધ કાયદેસ૨ની કાર્યવાહી ક૨વામાં આવે છે. તો આ ઓનલાઈન ગેમિંગની એપ્લિકેશનથી ખુલ્લેઆમ જુગા૨ ૨માઈ ૨હયો છે. તેમના વિરૂધ્ધ કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી. આ બાબતને ધ્યાને લઈ ગુજરાત સહિત સમગ્ર ભારત દેશના યુવાનો તથા નાગરિકો પ્રત્યે થોડી પણ સંવેદના હોય, આવા પરિવારો બ૨બાદ ન થાય, આત્મહત્યા ન કરે તેવા એક માત્ર આશયથી ઓનલાઈન ગેમિંગની એપ્લિકેશનો ૫૨ પ્રતિબંધ લાદવા ઘટીત કાર્યવાહી કરવામાં આવે તેવી મોરબી શહેર કોંગ્રેસ સીમિત દ્વારા મુખ્યમંત્રીને માંગ કરવામાં આવી છે.

