જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાને લઇને ઓપરેશન સિંદૂર ચલાવવામાં આવ્યું. જો કે હાલ તો માત્ર અંદરોઅંદર જ સહમતિ બનીને યુદ્ધ વિરામ કરવામાં આવ્યું. પરંતુ આતંકીઓ સામે જોરશોરથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. જો કે હજી પહલગામ આતંકી હુમલાના દોષિતો ફરાર છે. તેઓને પકડવા સુરક્ષા એજન્સીઓ કડક કામગીરી કરી રહી છે. 22 એપ્રિલે થયેલા આ હુમલાને લઇને એજન્સીઓએ આતંકીઓના ફોટા જાહેર કરી દીધા છે હવે તેઓ અંગે માહિતી લાવનારને 20 લાખનું ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે. શોપિયાના વિવિધ વિસ્તારોમાં આ પોસ્ટર્સ લગાવાયા છે. માહિતી આપનારને 20 લાખનું ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે. માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.
જમ્મુ કાશ્મીરના પહલગામના 3 પાકિસ્તાની આતંકીઓના પોસ્ટર લાગ્યા, 20 લાખનું ઇનામ જાહેર
RELATED ARTICLES

