HomeGujaratમોરબીના ભીમરાવ નગર માં અશુધ્ધ પાણી અને સફાઈ મુદે સ્થાનિકોએ પ્રતીક ઉપવાસની...

મોરબીના ભીમરાવ નગર માં અશુધ્ધ પાણી અને સફાઈ મુદે સ્થાનિકોએ પ્રતીક ઉપવાસની ચીમકી ઉચ્ચારી

મોરબી શહેરના રોહીદાસ પરા વિસ્તારના પાછળના ભાગે આવેલા મોરબીના ભીમ રાવ નગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાનું પાણી અશુદ્ધ આવી રહ્યું છે તેમજ સફાઈ કર્મીઓ પણ તેમના વિસ્તારમાં સફાઈ માટે આવતા ન હોવાથી ગંદકીનો પ્રશ્નો સર્જાઈ રહ્યો છે જેના કારણે રોગચાળો વકરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ વિસ્તારમાં વર્ષોથી તંત્ર દ્વારા ઓરમાયું વર્તન કરવામાં આવતું હોય નગરપાલિકા તંત્રમાં અગાઉ અનેક વખત તો રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવતો ન હોય પરંતુ હવે મહાનગરપાલિકા બનતા તેઓને તેમના વિસ્તારમાં સુવિધાઓ મળશે તેવી આશા સાથે ગત આઠ મેના રોજ રજૂઆત કરી હતી જોકે હજુ સુધી તેમના વિસ્તારોમાં સફાઈ માટે કર્મચારીઓ આવતા ન હોય જેથી તાત્કાલિક તેમના વિસ્તારમાં સફાઈ સફાઈ કર્મીઓ મોકલવામાં આવે તેમ જ પીવાનું પાણી શુદ્ધ આવે તે માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી કમિશનર ખાતે સમક્ષ લેખિતમાં કરી છે જો તેમના વિસ્તારમાં રહેલી તકે આ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉપવાસ આંદોલન પર બેસવાની ફરજ પડશે તેવી ચીમકી સ્થાનિક પ્રવીણભાઈ શુક્લ દ્વારા ઉચારવામાં આવી છે


RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW