HomeGujaratમોરબી મનપા દ્વારા ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે " મોરબીની અસ્મિતા” સાંસ્કૃતિક કાર્યક્રમનું...

મોરબી મનપા દ્વારા ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે ” મોરબીની અસ્મિતા” સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે મોરબી મહાનગરપાલિકા દ્વારા ગુજરાતની સંસ્કૃતિ પ્રત્યે યુવાનોમાં જાગૃતિ આવે અને ગૌરવ અનુભવે તેવા ઉદ્દેશથી મોરબીના કેસરબાગ ખાતે મોરબીની અસ્મિતા પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાસ ગરબા, એક પાત્રીય અભિનય, સોલો ડાન્સ, ગાયન વાદન સહિતના અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. આ વિવિધ સ્પર્ધાઓમાં કુલ 68 સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જે પૈકી પ્રથમ ક્રમ મેળવનાર સ્પર્ધકને 2000, દ્વિતીય ક્રમ મેળવનાર સ્પર્ધકને 1000, તૃતીય ક્રમ મેળવનાર સ્પર્ધકને 500 રૂપિયાનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મુખ્ય અતિથી રીતે મોરબી જિલ્લા કલેક્ટર કિરણ ઝવેરી, કમિશનર સ્વપ્નિલ ખરે, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તેમજ મોરબી નગરપાલિકાના અધિકારીઓનો કર્મચારીઓ તેમજ મોરબી વાસીઓ મોટી સંખ્યામાં કાર્યક્રમનું માણવા ઉમટી પડ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW