HomeGujaratવાંકાનેરના માર્કેટ ચોક નજીક જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સો પકડ્યા, એક ફરાર

વાંકાનેરના માર્કેટ ચોક નજીક જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સો પકડ્યા, એક ફરાર

વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે માર્કેટ ચોક નજીક દરોડો પાડ્યો હતો. માર્કેટ ચોક નજીક ટાઉન હોલના ખુલ્લા પટમાં જુગાર રમતા સંદીપ અંબારામભાઇ માંડાણી, હાર્દ સતીષચંન્દ્ર ઓઝા, આકાશ સતીષચંન્દ્ર ઓઝા, સલીમભાઇ દાઉદભાઇ વળગામા, મનિષભાઇ જગદિશભાઇ ભાટ્ટીને પોલીસે ઝડપી લીધા હતા. જોકે રેડ દરમિયાન મુકેશ નાજાભાઇ ગોહેલ નામના શખ્સ ઘટના સ્થળે નાસી ગયો હતો. તે શખ્સો પાસેથી કુલ રૂ.- 1870નો મુદામાલ મળી આવ્યો હતો. વાંકાનેર સીટી પોલીસે તે તમામ શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW