HomeGujaratમોરબી આરટીઓએ રોડ સેફ્ટી અવેરનેશ કાર્યક્રમ અંતર્ગત વાહનો પર રિફ્લેક્ટર લગાવ્યા

મોરબી આરટીઓએ રોડ સેફ્ટી અવેરનેશ કાર્યક્રમ અંતર્ગત વાહનો પર રિફ્લેક્ટર લગાવ્યા

મોરબી આરટીઓ દ્વારા તા.- 25/04/2025ના રોજ રોડ સેફ્ટી અવેરનેશ કાર્યક્રમ અંતર્ગત વાંકાનેર એપીએમસી માર્કેટ ખાતે કેમ્પ યોજવામાં આવ્યો હતો. તેમા ડ્રાઇવરોને માર્ગદર્શન આપ્યું હતું, તેમજ જે વાહનો પર રિફ્લેક્ટર ન હોય તે વાહનો પર રિફ્લેક્ટર લગાવવામાં આવ્યા હતા. મોરબી સ્થિત આરટીઓ ઓફિસ અંતર્ગત રોડ સેફ્ટી અવેરનેશ કાર્યક્રમ ચાલી રહ્યો છે. જે અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે વાંકાનેર ખાતે આવેલ એપીએમસીમા 25 મી એપ્રિલના રોજ અવેરનેશ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. મોરબી આરટીઓ ટીમ દ્વારા APMC વાંકાનેર ખાતે આવનાર માધ્યમ/ભારે માલ વાહનો ને રિફ્લેક્ટર્સ, રિફ્લેક્ટિવ ટેપ અને રિયર માર્કિંગ પ્લેટસ જેવા સલામતી ના ઉપકરણો લાગવાની કામગીરી તથા વાહન ચાલકોને માર્ગ સુરક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW