વાંકાનેરના મહિકા ગામ પાસે હાઈવે પર ગત તા.10/04/2025ના રોજ વિપુલભાઈ રાઠોડ GJ-01-DU-1597 નંબરની આઈસર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે કાર ચલાવી જોયા વગર આગળ જતા GJ-12-BY-9047 નંબરના ટ્રકના પાછળના ભાગે પોતાની કાર ભટકાડી દઇ પોતાને શરીરે ગંભીર ઇજાઓ પંહોચડતા તેને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ટ્રક ચાલક જીતેન્દ્રસિંહ માનસિંહ જાડેજાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં તે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે.

