HomeGujaratપાટણ કલેક્ટર કચેરીમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીનો મેઈલ મળતાં દોડધામ, બોમ્બ સ્કવોડ...

પાટણ કલેક્ટર કચેરીમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીનો મેઈલ મળતાં દોડધામ, બોમ્બ સ્કવોડ ઘટના સ્થળે પહોચી

પાટણ જિલ્લાના કલેક્ટર કચેરીના મેલ આઈડી પર બોમ્બ બ્લાસ્ટની ધમકીવાળો ઇમેઇલ મળતાં સમગ્ર જિલ્લામાં હડકંપ મચી ગયો છે. આ ઇમેઇલ પોણા બે વાગ્યે એક આઈડી પરથી મોકલવામાં આવ્યો હતો, જેમાં બપોરે ત્રણ વાગ્યા સુધી કલેક્ટર કચેરીમાં બ્લાસ્ટ થવાની શક્યતા દર્શાવવામાં આવી હતી. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. ત્રણ વાગ્યા સુધી કોઈ દુર્ઘટના ન બનતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, ધમકીને પગલે હજુ પણ કલેક્ટર કચેરીમાં બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે પોલાસના ધાડેધાડા કલેક્ટર કચેરી ખાતે ઉતારી દેવાયાં છે.

કર્મીઓને કલેક્ટર ઓફિસથી બહાર કઢાયા, જિલ્લા કલેક્ટરે સમય સૂચકતા વાપરી તાત્કાલિક તમામ કર્મચારીઓને કચેરી ખાલી કરવાની સૂચના આપી હતી. કર્મચારીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો અને તેઓ તાત્કાલિક કચેરીની બહાર નીકળી ગયા હતા. આ સાથે, કલેક્ટર કચેરીની આસપાસની સુરક્ષા વધારવામાં આવી છે.

આ ઘટના અંગે જાણ પાટણના જિલ્લા પોલીસ અધિક્ષકને કરવામાં આવી હતી, ત્યારે તાત્કાલિક એલસીબી (લોકલ ક્રાઈમ બ્રાન્ચ), એસઓજી (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ), અને બી ડિવિઝન સહિતની પોલીસ ટીમો સ્થળ પર પહોંચી ગઈ હતી. કચેરી અને આસપાસના વિસ્તારોમાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી કચેરીના દરેક ખૂણાની તપાસ કરવામાં આવી રહી છે.આ ધમકીના પગલે કલેક્ટર કચેરીને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવી છે. તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેતા મોટી અનિચ્છનીય ઘટના ટળી છે. પોલીસ અને સુરક્ષા એજન્સીઓ આ ઇમેઇલના સ્ત્રોત અને તેની સત્યતા અંગે તપાસ કરી રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW