મોરબીના આંદરણા ગામે રહેતા અને ડ્રાઇવીંગનો વ્યવસાય કરતા વસંતભાઈ અમરશીભાઈ ચાવડા ગત તા.- 01/04/2025ના રોજ સવારના સાડા સાતેક વાગ્યાની આસપાસ પોતે પોતાના ઘરેથી મોરબી ખાતે પોતાની GJ-36-W–2003 નંબરની સી.એન.જી. રીક્ષા લઇને મોરબી જવા માટે નીકળેલ તે વખતે મોરબી હળવદ હાઇવે રોડ ઉપર ઉંચી માંડલ ગામ અને ઘુંટુ ગામની વચ્ચે આવેલ નર્મદા કેનાલ પાસે રોડ ઉપર પહોંચતા અચાનક પોતાની સી.એન.જી. રીક્ષામા આગળના ભાગે આગ લાગતા પોતે શરીરે દાઝી જતા પ્રથમ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર લીધા બાદ વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ચાલુ સારવાર દરમ્યાન ગઈકાલના રોજ તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ થતા તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.