ઘરેલુ ગેસ-સિલિન્ડર 50 રૂપિયા મોંઘું થયું છે. આજે એટલે કે સોમવાર 7 એપ્રિલના રોજ પેટ્રોલિયમમંત્રી હરદીપ સિંહ પુરીએ આ માહિતી આપી. આવતીકાલથી નવા ભાવ લાગુ થશે.
ગુજરાતમાં ગેસ-સિલિન્ડરનો સરેરાશ ભાવ 809 રૂપિયા છે, જેના માટે હવે ગ્રાહકોએ 859 રૂપિયા ચૂકવવા પડશે. પેટ્રોલિયમમંત્રીએ જણાવ્યું હતું કે, કિંમત કરતાં ઓછા ભાવે સિલિન્ડર વેચવાને કારણે ઓઇલ માર્કેટિંગ કંપનીઓને લગભગ 41,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ નુકસાન ઘટાડવા માટે કિંમતો વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો.

