HomeGujaratમોરબીના જેતપર ગામેથી 4 વર્ષની બાળકીનું અપહરણ

મોરબીના જેતપર ગામેથી 4 વર્ષની બાળકીનું અપહરણ

હળવદના કુંભાર દરવાજા પાસે રહેતા મુનાભાઈ દુદાભાઈ ગોલતરે મોરબી તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોધાવતા જણાવ્યું હતું કે, ગઈકાલના રોજ મોરબીના જેતપર ગામે મુનાભાઈ સગાને ત્યાં માતાજીના માંડવાનો પ્રસંગ હોય જેથી તેઓ પરિવારજનો સાથે માતાજીના માંડવામાં આવ્યા હતા. જ્યાં બપોરના સમયે ભરવાડ સમાજની વાડીમાં જમણવાર શરૂ થતાં મુનાભાઇની દીકરી જિયાંશી ઉ.વ.-04વાળી જોવા ન મળતા તેમના પત્નીને બાળકી ક્યાં છે તેમ પૂછતાં જિયાંશી ભાગ લેવા ગયા બાદ આવી ન હોવાનું જણાવતા મુનાભાઈ અને તેમના પરિવારજનો તેમજ જેતપર ગામના લોકોએ તુરત જ જિયાંશીને શોધવા આજુબાજુના વિસ્તારોમાં તપાસ કરી હતી. જોકે સ્થળ પરના સીસીટીવી ચેક કરતા જિયાંશી જોવા મળી હતી, પરંતુ પીજીવીસીએલ કચેરીથી ભરવાડ સમાજ સુધીમાં જિયાંશી જોવા ન મળતા અંતે બાળકીના પિતા દ્વારા મુનાભાઈએ મોરબી તાલુકા પોલીસ મથકમાં બનાવની જાણ કરતા તાલુકા પોલીસે અજાણ્યા ઇસમ વિરુદ્ધ અપહરણ અંગે ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW