હળવદ પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન બાતમી મળી કે, હળવદના ઘનશ્યામગઢ ગામની સીમમાં આવેલ બચુભાઈ સંઘાણીની વાડીએ અમુક માણસો જુગાર રમતા હોવાની ચોક્કસ માહિતીના આધારે તે સ્થળે રેડ કરી હતી. જ્યાં જુગાર રમતા નિતેશભાઈ રતીલાલભાઈ આદ્રોજા, શંકરભાઈ બેચરભાઈ લોરિયા, દિલીપભાઈ ઉર્ફે અમુભાઈ કરશનભાઈ વામજા, કિરીટસિંહ ઉર્ફે ક્રિપાલસિંહ બટુકસિંહ ઝાલા, મુકેશભાઈ બાબુભાઈ થળોદા, મુકેશભાઈ ગોરધનભાઈ કૈલા, રણજીતભાઈ ગગજીભાઇ ચૌહાણ, સુરુભા હનુભા ચૌહાણ, હરેશભાઈ અગરસંગભાઈ પરમાર અને બચુભાઈ જીવરાજભાઈ સંઘાણી નામના શખ્સો પાસેથી કુલ રોકડ રૂ.- 7,58,500 અને વેગેનાર કાર મળી કુલ રૂ.- 9,58,000નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. તેમજ રેડ દરમિયાન બચુભાઈ જીવરાજભાઈ સંઘાણીની હાજરી ન મળતા પોલીસે તેને ફરાર બતાવી આ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનાની નોધ કરી છે.

