ગુજરાત સરકાર દ્વારા દર મહિને ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની વિવિધ વિભાગોની વિવિધ યોજનાઓની કામગીરીઓનુ મુલ્યાંકન મુખ્યમંત્રી ના કાર્યાલય ખાતેથી ઓનલાઇન પોર્ટલ CM-DASH BOARD દ્વારા થતુ હોય છે. જેમા શિક્ષણ ,આરોગ્ય, પંચાયત અને ગ્રામીણ વિકાસ,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી,ખેતીવાડી,પશુપાલન,મહિલા અને બાળ વિકાસ,માર્ગ અને મકાન,સિંચાઈ સહિત ના તમામ વિભાગોની વિવિધ યોજનાઓની કામગીરી ના આધારે ગુજરાત કક્ષાએ વિભાગ વાઇઝ તેમજ ઓવર-ઓલ રેંક નક્કી કરવામાં આવે છે.જિલ્લા પંચાયત મોરબી પ્રમુખ હંસાબેન પારેખીતથા જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતી ના માર્ગદર્શન હેઠળ માર્ચ-૨૦૨૫ અંતીત કામગીરીમા મોરબી જિલ્લો વસુલાત બાબતે ટંકારા નગરપાલીકા તથા મોરબી મહાનગરપાલીકામા ગામો ભળી જતા મોરબી જિલ્લાનુ માગણુ ગ્રામ સુવિધામાથી નિકળેલ નથી. જે માગણુ બાદ કરતા ગુજરાત રાજયમા મોરબી જિલ્લાની ૭૫.૪૦ ટકા વસુલાત કરી ૨(બીજા) ક્રમે આવેલ છે. મોરબી જિલ્લો સમગ્ર રાજ્યમા બીજા ક્રમે લાવી ને જિલ્લા પંચાયત મોરબીના તમામ સ્ટાફાનુ ગૌરવ વધાર્યુ છે. આવી ઉત્કૃષ્ટ કામગીરીનો શ્રેય પ્રમુખ તથા જિલ્લા વિકાસ અધિકારીએ તેમની ટીમમાં સામેલ દરેક અધિકારીશ્રી તેમજ તમામ કર્મચારીઓને આપતા જણાવ્યુ છે કે જિલ્લા પંચાયતના તમામ તાલુકા પંચાયતની તમામ ગ્રામ પંચાયત ના કર્મચારીના અમુલ્ય ફાળા અને નિષ્ઠા વગર શક્ય નથી. તેમ પ્રમુખ તથા જિલ્લા વિકાસ અધિકારીએ જણાવેલ છે.
