મોરબીના જુના ઘુંટુ રોડ પર આવેલ વિકાસ કારખાનાની મજૂર કોલોનીમાં રહેતા અને મૂળ એમપીના વતની સતિષભાઈ જીતમાલજી માલવી નામના યુવાનને વતનમાં જવુ હોય અને પગાર થયેલ ન હોય જેથી મનોમન લાગી આવતા ગત તા. 28/03ના રોજ પોતે પોતાની જાતે મોરબી જુના ઘુટુ રોડ સીમ્પોલો સીરામીકની મજૂર કોલોની બીલ્ડીગ પાછળ આવેલ નદીમાં કુદી પડી પાણીમા ડુબી જતા ગઈકાલના રોજ તેને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

