Friday, April 18, 2025
HomeGujaratમોરબીમાં AVN નામક બિમારી પીડિત દિકરીને આર્થિક મદદ કરતી મોરબી જિલ્લા પોલીસ

મોરબીમાં AVN નામક બિમારી પીડિત દિકરીને આર્થિક મદદ કરતી મોરબી જિલ્લા પોલીસ

મોરબીના રોહિદાસપરા વિસ્તારમાં રહેતી માધુરી લાલજીભાઈ સોલંકી નામની દિકરીને AVN નામક ગંભીર બિમારી થઈ છે. જેથી તે હાલ પથારીવશ છે. ત્યારે દિકરીને સારવાર માટે અંદાજિત 15 લાખથી વધુ ખર્ચ માટે મદદ માટે અપિલ કરી છે. ત્યારે મોરબીના પત્રકારોએ પોતાના માધ્યમમાં આ દિકરીના બિમારી અંગેના સમાચાર પ્રસારિત કરતા અત્યાર સુધીમાં માધુરીબેન સોલંકીને રૂ.2.80 લાખ જેટલી મદદ મળી ચુકી છે. આ દિકરીની બિમારી અંગેના સમાચાર પ્રસારિત થતા ઘણા લોકો મદદ માટે આગળ આવ્યા છે. ત્યારે મોરબી જિલ્લા પોલીસે પણ આ દિકરીને મદદ કરીને માનવતા દર્શાવી છે.

મોરબીમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા પ્રતિપાલસિંહ ઝાલાએ આજે બિમારી પીડીત માધુરીબેન સોલંકીને આજે ઘરે જઈને રૂબરૂમાં ખબર અંતર પુછ્યા હતા. તેમજ પરિવાર પર આવી પડેલી અણધારી આફતમાં આ પરિવારને શક્ય બને તેટલી મદદ કરવા ખાત્રી આપી હતી. તેમજ આ દિકરીને આર્થિક મદદ કરીને મોરબી જિલ્લા પોલીસે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. આ તકે મોરબી જીલ્લા ભાજપ અનુ.જાતિ મોરચાના પ્રમુખ બાબુભાઈ પરમાર પણ દિકરીની મુલાકાત સમયે હાજર રહ્યા હતા. અને દિકરીને મદદ કરવા બદલ મોરબી જિલ્લા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ આ દિકરીને વધુ મદદ માટે આ દીકરીના પિતાના મોબાઈલ નં.9712829037, બેંક એકાઉન્ટ નંબર 193212010001885, બેંકનું નામ union Bank of India, IFSC Code: UBIN0819328, ખાતેદારનું નામ સોલંકી માધુરીબેન લાલજીભાઈ અને ગુગલ પે નંબર 9512007760 છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
51,152FollowersFollow
2,820SubscribersSubscribe

TRENDING NOW