HomeGujaratમ્યાનમારમાં 7.7 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, પૂર્વ ભારત સહિતના 6 દેશમાં અસર...

મ્યાનમારમાં 7.7 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, પૂર્વ ભારત સહિતના 6 દેશમાં અસર વર્તાઈ

ભારતથી નજીક આવેલા મ્યાનમાર દેશમાં સવારે 11 :40ની આસપાસ વિનાશકારી 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવતા આંખો દેશ હચમચી ઉઠ્યો હતો અને મોટી ઈમારતો પત્તાના મહેલ જેમ ધસી પડી હતી આ વિનાશકારી ભૂકંપની અસર પૂર્વોત્તર ભારતના રાજ્ય તેમજ કલકતા સુધી જોવા મળી હતી ભારતના ઉત્તરપૂર્વમાં આવેલ મ્યાનમાર દેશ અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મિઝોરમ અને મણિપુરની સરહદ ધરાવે છે આ ભૂકંપની અસર ભારત ચીન બાંગ્લાદેશ થાઈલેન્ડ સુધી જોવા મળી હતી PTI ન્યૂઝ એજન્સી અનુસાર, ભારતના કોલકાતા, ઇમ્ફાલ, મેઘાલય અને પૂર્વ કાર્ગો હિલમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઢાકા, ચટગાંવ સહિત બાંગ્લાદેશના ઘણા ભાગોમાં 7.3ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 12 મિનિટ પછી મ્યાનમારમાં 6.4ની તીવ્રતાનો બીજો આફ્ટરશોક આવ્યો હતો

મ્યાનમારમાં ભૂકંપના કારણે 20 લોકોના મોત થયા છે, જ્યારે 300 લોકો ઘાયલ થયા છે. તે જ સમયે, થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં એક નિર્માણાધીન 30 માળની ઇમારત ધરાશાયી થઈ ગઈ. આ સાઇટ પર 400 લોકો કામ કરી રહ્યા હતા. તેમાંથી 80 લોકો ગુમ છે, જ્યારે 3 લોકોના મોત થયા છે.



વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મ્યાનમાર અને થાઈલેન્ડમાં ભૂકંપ પછીની પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે તેઓ મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપ પછીની પરિસ્થિતિથી ચિંતિત છે. તેમણે બધાની સલામતી માટે પ્રાર્થના કરી છે. ભારત શક્ય તમામ મદદ પૂરી પાડવા તૈયાર છે. આ સાથે, વિદેશ મંત્રાલયને મ્યાનમાર અને થાઇલેન્ડની સરકારો સાથે સંપર્કમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે. બધા સુરક્ષિત રહે તેવી પ્રાર્થના કરી હતી

ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીથી 10 કિલોમીટર નીચે
મ્યાનમાર અને ભારત ઉપરાંત બેંગકોકમાં પણ 6.2ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મ્યાનમારમાં સૌપ્રથમ 11:52 વાગ્યે ભૂકંપ આવ્યો હતો અને ત્યાર બાદ 12:02 વાગ્યે ફરી અનુભવાયો હતો. આ રીતે એક પછી એક બે આંચકા આવ્યા છે. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીથી 10 કિલોમીટર નીચે હતું.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW