HomeGujaratમોરબીની સિરામિક ફેકટરીમાં સેફટી ટેન્કની સફાઈ વખતે મજુરના મોતની ઘટનામાં અંતે પોલીસ...

મોરબીની સિરામિક ફેકટરીમાં સેફટી ટેન્કની સફાઈ વખતે મજુરના મોતની ઘટનામાં અંતે પોલીસ ફરિયાદ નોધાઇ

મોરબી તાલુકાના ગાળા ગામની અંદર આવેલા એડીકોન સિરામિકમાં રહી મજુરી કામ કરતા અજય જયંતીભાઇ લઢેર નામના શ્રમિક યુવકનુ સેફટી ટેંકની સફાઈ કરતી વખતે ગૂંગળાઈ જવાથી મોત થયું હતું આ ઘટનામાં જે તે વખતે શ્રમિક પરિવારે ફેકટરીના સંચાલકો સુપરવાઈઝર સહિતના સામે સુરક્ષા સાધનો વિના સેફટી ટેંક સફાઈ કરવાના કારણે મોત થવાની ઘટના બની હોવાનો દાવો કર્યો હતો અને જવાબદાર સામે પગલા લેવા માંગણી કરી હતી આ માંગણી આધારે તાલુકા પોલીસે મૃતક અજયના પિતા જયંતીભાઇ દુદાભાઇ લઢેરની ફરિયાદ નોધી યુવકને સુરક્ષા સાધન વિના સફાઈ કામ કરાવનાર જવાબદાર શખ્સ સામે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW