મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરને ક્લીન એન્ડ ગ્રીન બનાવવાના ભાગરૂપે અલગ-અલગ પ્રયાસ શરુ કરવામાં આવ્યા છે. મનપા દ્વારા ચાલુ વર્ષના બજેટમાં 20 હજાર નવા વૃક્ષનું વાવેતર અને જતન કરવાની જાહેર કરી છે અને તેના માટે લગભગ 8.75 કરોડ જેટલી રકમની જોગવાઈ કરવામાં આવી છે. જેના ભાગરૂપે પ્રથમ તબકકામાં શહેરના તમામ મુખ્ય માર્ગના ડીવાઈડર મેન્ટેન્સ અને તેમાં વૃક્ષારોપણ કરવામાં આવશે.
મોરબી શહેર ઔદ્યોગિક વિસ્તાર ગીચતા ધરાવતો વિસ્તાર હોવાના કારણે વૃક્ષોની સંખ્યા ખૂબ ઓછી છે. આ ઉપરાંત નગર પાલિકા વિસ્તારમાં મર્યાદિત ગ્રાન્ટ અને અગાઉની ચૂંટાયેલા પદાધિકારીઓએ આ બાબતે પુરતી ગંભીરતા ન દાખવતા શહેરની સુંદરતા વધારતા પ્રયત્ન ખૂબ ઓછા થયા છે. જોકે હવે મહાનગરપાલિકા બનતા રાજ્ય સરકાર દ્વારા માળખાગત સુવિધા વધારો કરવાની સાથે શહેરના બ્યુટીફીકેશન માટે પણ જરૂરી આર્થીક અને માર્ગદર્શન આપવાની શરૂઆત થતા શહેરના બ્યુટીફીકેશન બાબતે જરૂરી પ્રયાસ થવા લાગ્યા છે. જેના ભાગરૂપે શહેરના મુખ્ય સર્કલના રીનોવેશન, શહેરની વિવિધ દીવાલોમાં પેઈન્ટીગ થઇ રહ્યા છે. આ ઉપરાંત હવે શહેરના અલગ અગલ માર્ગો ને સુંદર અને આઇકોનિક બનાવવાના પ્રયાસ થઇ રહ્યા છે. આ આઇકોનિક રોડમાં માર્ગોના ડિવાઈડર અને અલગ અલગ વૃક્ષ થી સુંદર બનાવવાની કામગીરીનો પણ સમાવેશ થતો હોય છે.
મહાનગર પાલિકા દ્વારા તેના પ્રથમ બજેટમાં શહેરમાં 20 હજાર વૃક્ષ નું વાવેતર કરવાની અને તેના જાળવણી માટે બજેટમાં લગભગ 8.75 કરોડની જોગવાઈ કરી છે. જેમાં ગો ગ્રીન પ્રોજેક્ટ હેઠળ શહેરના મુખ્ય રોડ જેમાં શનાળા રોડ પંચાસર રોડ અયોધ્યાપુરી રોડ સહિતના અલગ અલગ રોડ પર નવા વૃક્ષ નું વાવેતર અને તેના જતન કરશે અને ગત 20 માર્ચથી ઓન લાઈન ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે અને આગામી 4 એપ્રિલ સુધી અલગ અલગ એજન્સી આ કામગીરી માટે ટેન્ડર ભરશે. પ્રકિયા પૂર્ણ થયા બાદ જે એજન્સી ને કામગીરી મળશે તે શહેરના માર્ગો પર વૃક્ષા રોપણ અને તેની જાળવણીની જવાબદારી સંભાળશે આ કામગીરી માટે લગભગ 1,10 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે.
મોરબી મહાનગર પાલિકા દ્વારા અલગ અલગ પદ્ધતિ થતી વધુને વધુ વૃક્ષોનું વાવેતર અને તેના જતનની કામગીરી કરશે જેથી શહેરની સુંદરતા વધારાની સાથે શહેરને હરિયાળું બનાવી શકાય આ માટે મનપા બીજા તબક્કામાં મીયાવાંકી પદ્ધતિથી શહેરના અલગ અલગ ગાર્ડન તેમજ મનપાની હદમાં વૃક્ષારોપણ અને તેની જાળવણીની કામગીરી કરશે જેથી શહેરમાં ભવિષ્યની પેઢી માટે સ્વચ્છ હવા આપી શકાય.