વાંકાનેરના ગાંગીયાવદરમાં રહેતા કાનજીભાઈ શામજીભાઈ ધરજીયા નામના યુવાને આરોપી GJ-12-AZ-1331 નંબરના ટ્રક ચાલક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા જણાવ્યું હતું કે, ગત તા. 21/03 ના રોજ કાનજીભાઈ તેના પિતા શામજીભાઈ સાથે GJ-03-HN-3745 નંબરનું બાઈક લઇ વાંકાનેર-મોરબી હાઇવે રોડ વઘાસીયા ટોલનાકા નજીકથી પસાર થઇ રહ્યા હોય તે દરમિયાન GJ-12-AZ-1331 નંબરના ટ્રક ચાલકે ટ્રક પુરઝડપે અને બેદકારીપૂર્વક ચલાવી કાનજીભાઈના બાઈકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પાછળ બેઠેલા શામજીભાઈને શરીરે ગંભીર ઈજા થતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે કાનજીભાઈની ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.