મોરબી સીટી બી-ડિવિઝન પોલીસે બાતમીના આધારે ઇન્દીરાનગર ખોડીયારમાંના ચોક નજીક દરોડો પાડ્યો હતો. જ્યાં જાહેરમાં તીનપતિનો જુગાર રમતા નવઘણભાઇ ભગુભાઇ લાકડીયા, જીતેન્દ્રભાઇ પ્રેમજીભાઇ અગેચાણીયા, માલદેવભાઇ દાદુભાઇ લાકડીયા અને રમેશભાઇ વેરશીભાઇ વિંજવાડીયા નામના શખ્સોને પોલીસે કુલ રૂ.- 2520ના મળેલ મુદામાલ સાથે પકડી લઇ તેની સામે જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.