મોરબી શહેરના સનાળા થી કંડલા રોડને જોડતા બાયપાસ પર એસએમવીએસ સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હોય જે નિર્માણ કાર્ય પૂર્ણ થતા મંદિરની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

ચાર દિવસ સુધી ચાલનારા આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું તારીખ 20 થી 23 માર્ચ સુધી ઉજવણી થશે. આ ઉજવણી અંતર્ગત શહેરમાં પોથીયાત્રા નીકળશે તેમજ વચનામૃત પારાયણનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 20 ના સાંજે 7:30 થી 8:30 દરમિયાન પોથીયાત્રા નીકળશે, તારીખ 20 થી 23 દરમ્યાન મંદિરમાં દિવ્ય અભિષેક ઉત્સવ ઉજવશે તેમજ તા.22 ના રોજ હરિકૃષ્ણ મહારાજની સુવર્ણ તુલા પણ થશે.
આ ઉપરાંત તા.23ના રોજ વનિર્મિત સ્વામિનારાયણ મંદિરથી શોભાયાત્રા નીકળશે પંચાસર ચોકડી શ્રીકુંજ ચોકડી નવા બસ સ્ટેન્ડ દર્શન ટેકરી રવાપર ચોકડી એસપી રોડ અને અવની ચોકડી તેમજ ભક્તિનગર સર્કલ થઈ આ શોભા યાત્રા એસ.એમ.વી.એસ મંદિરે પરત ફરશે. તારીખ 23 ના રોજ બપોરે ત્રણ થી છ દરમ્યાન પ્રાણ પ્રતિષ્ઠા વિધિ 6 થી રાત્રિના દસ દરમિયાન દિવ્ય અન્નકૂટ મહોત્સવ તેમજ સાંજે 6 થી 8 દરમિયાન વચનામૃત કથા ની પૂર્ણા હોતી અને આશીર્વાદ કાર્યક્રમ યોજાશે આ કાર્યક્રમમાં એસએમવીએસ સંસ્થા સાથે જોડાયેલા સંતો હરિભક્તો અને મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો જોડાશે.