મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક સગીરાએ અભ્યાસ છોડી બ્યુટી પાર્લરનો કોર્ષ કરતી હતી તે દરમિયાન લખધીરપુર ગામના અંકિત રાજેશ ડાભી એમના શખ્સે સોશ્યલ મીડિયા થકી એક સગીરાના ફોટો મેળવી લીધા હતા અને તે ફોટા આધારે બદનામ કરવાની ધમકી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું તેમજ સગીરાની સગાઇ થઇ હોય તે સાસરિયાઓને પણ આ યુવતી સાથેના ફોટો બતાવી સગાઈ તોડાવી નાખી હતી અને આ મામલે પરિવારજનોએ પૂછતાં જે તે સમયે ભૂલ થઇ હોવાનું જણાવી માફી માગી હતી જોકે આરોપી અહીંથી સુધરવાના બદલે વારંવાર હેરાન કરતા હોવાથી અંતે સગીરાના પિતાએ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોક્સો એકટ તેમજ દુષ્કર્મ અંગેની અલગ અલગ કલમ હેઠળ ગુન્હો નોધી તેની ધરપકડ કરી હતીએ ને તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.