Friday, April 18, 2025
HomeGujaratટંકારા નજીક ટ્રેકટર રોડ નીચે ઉતરી જતા કૂદકો મારતા ટ્રેક્ટરનું વ્હીલ માથા...

ટંકારા નજીક ટ્રેકટર રોડ નીચે ઉતરી જતા કૂદકો મારતા ટ્રેક્ટરનું વ્હીલ માથા ઉપર ફરી વળતા ડ્રાઇવરનું મોત

ટંકારાના અમરાપર રોડ ઉપર રાજેશભાઈ દુબરીયાની વાડીમાં રહેતા આલમસિંહ ભુરસિંહ અલાવા અને મૂળ એમપીના વતની ગત તા.-14/03/2025ના રોજ GJ-36-L-4514 નંબરનું ટ્રોલી સહીતનું ટ્રેક્ટર પુરપાટ ઝડપે ચલાવીને જતા હોય તે દરમિયાન કોઈ કારણોસર ટ્રેક્ટર ઉપર કાબુ ગુમાવતા ટ્રેક્ટર રોડ સાઈડમાં ઉતરી ગયું હતું, તે દરમિયાન ચાલક આલમસિંહ ચાલુ ટ્રેક્ટરે કૂદકો મારીને બચવા જતો હોય ત્યારે ટ્રેક્ટરની ટ્રોલીનું વ્હીલ આલમસિંહના માથા ઉપર ફરી વળ્યું હતું. જેથી ટ્રેક્ટર ચાલક આલમસિંહનું સ્થળ ઉપર કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે ભુરસિંહને કમરના ભાગે ઇજાઓ પહોચી હતી, આ બનાવ મામલે ટંકારા પોલીસે મૃતક ટ્રેક્ટર ચાલક ભુરસિંહ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
51,152FollowersFollow
2,820SubscribersSubscribe

TRENDING NOW