મોરબીના લક્ષ્મીનગર ગામમાં રહેતા આશિષભાઈ રમેશભાઈ પાડલીયા નામના યુવાને મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી હર્ષદભાઇ અમરશીભાઇ લીખીયા, નરેન્દ્રભાઇ અને લાલાભાઇ જયંતીભાઇ વિડજા સામે ફરિયાદ નોધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદીને ધંધામાં રૂપિયાની જરૂરત હોય જેથી આરોપી હર્ષદભાઇ પાસેથી રૂ. 5,50,000 રૂપિયા પાંચ ટકાએ લીધેલ હોય જે રૂપિયા ફરીયાદીએ આ હર્ષદભાઇને મુડીના રૂ. 5,50,000 તથા વ્યાજના રૂ. 85,000 આપી દીધેલ હોય તેમ છતા આરોપી હર્ષદભાઇએ અવાર-નવાર વ્યાજના રૂપિયા તથા મુડીના રૂપિયા બળજબરીથી ઉઘરાણી કરીને હેરાન પરેશાન કરી તથા આ હર્ષદભાઇ, તેના સાઢુભાઇ નરેન્દ્રભાઇ અને તેનો સાળો લાલાભાઇ એમ ત્રણેય નાઓએ ફરીયાદીને છરી બતાવી બળજબરી પુર્વક પૈસાની પઠાણી ઉઘરાણી કરી બોલાચાલી કરી, ગાળાગાળી કરી ઝઘડો કરતા હતા. આ અંગે આશિષભાઈ ની ફરિયાદ આધારે પોલીસે ફરિયાદ નોધી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.