રોડ અકસ્માત માટે બદનામ વાંકાનેર મોરબી નેશનલ હાઇવે પર અવાર નવાર નાના મોટા અકસ્માત સર્જાય છે જેમાં અનેક લોકો જીવ ગુમાવ્યા છે સાથે સાથે અકસ્માત ને કારણે ટ્રાફિક જામ ની સમસ્યા પણ ઉભી થતી હોય છે ત્યારે આવો જ એક રોડ અકસ્માત મંગળવાર રાત્રે મોરબી વાંકાનેર હાઈવે પર કુબેર ચોકડી નજીક જોવા મળ્યો હતો જેમાં એક કન્ટેનર ટ્રેક ના ચાલકે કોઈ કારણસર કાબુ ગુમાવતા આગળ જઈ રહેલા ડમ્પર ને ઠોકર મારી હતી. બનાવમાં કન્ટેનર ચાલકને ઇજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.બનાવને પગલે અડધી રાત્રે રોડ પર ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને સ્થિતિ કાબુમા લેવા પ્રયાસ કર્યો હતો.