મોરબી શહેર ના સામા કાંઠા વિસ્તારમાં વાહનો ની અવર જવર થી 24 કલાક ધમધમતા મહારાણા પ્રતાપ સર્કલ પાસે એક તરફ ગોકળગાય ની ગતિ એ ફ્લાય ઓવર નું કામ ચાલુ છે. માર્ગ મકાન વિભાગ દ્વારા ત્યાં કોલમ બનાવવા માટે મસમોટા ખાડા કરેલ છે. જે ખાડા રાત્રીના સમયે જોઈ શકાય તેમ નથી. એવાં સમયમાં સર્કલ પાસે જે શોભા ના ગાંઠીયા સમાન હાઈમસ ટાવર બંધ હાલતમાં છે જેમાં ધણાં સમય થી એક પણ લાઈટ ચાલું નથી. જેના લીધે મોટો અકસ્માત થવાની ભીતી સેવાઇ રહી છે અને તેજ જગ્યાએ હાઉસિંગ બોર્ડ બસ સ્ટેન્ડ પણ આવેલું છે જ્યાં થી મોરબી આવતા જતા દરેક મુસાફરો માટે બસ સ્ટોપ છે તો રાત્રીના સમયે મુસાફરો ને પણ હાલાકી નો સામનો કરવો પડે છે છતાં તંત્ર આંખ આડા કાન કરે છે. ત્યારે આ મુદે આમ આદમી પાર્ટી ના જીલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા અને જીલ્લા ઓબીસી પ્રમુખ હિરેનભાઇ વૈષ્ણવ દ્વારા આ પોલ ની લાઈટ જેમ બને તેમ જલ્દી રીપેરીંગ થાય તેવી તંત્ર ને રજૂઆત કરવામાં આવી છે અને મહારાણા પ્રતાપ સર્કલ થી મયુર બ્રિજ સુધી નવી સ્ટ્રીટ લાઈટ નાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.