હળવદ પોલીસ મથકમાં વિશ્વાસઘાતના ગુનામાં ફરિયાદી જય કિશાન ટ્રેડિંગ નામની પેઢીના નામે કુલ 69,64,868 રૂપિયા કોઈપણ રીતે વિશ્વાસઘાત કરી અગાઉ જણાવેલ હોય ત્યારે અન્ય આરોપીએ તથા આ નાસ્તા ફરતા આરોપીએ મળી ગુનો આચરેલ હોય તે બાબતે મોરબી SOG ટીમ આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યરત હોય ત્યારે SOGની ટીમને આરોપી પવનભાઈ ગેહલોત રહે. થાણે મુંબઈ વાળો હાલમાં મુંબઈમાં ગોરઈ વિસ્તારમાં હોય જે બાતમી મળતા પોણા બે વર્ષથી નાસ્તા ફરતા આરોપી પવનભાઈ ગેહલોતને ઝડપી પાડ્યો હતો. આ આરોપીને હળવદ પોલીસને હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.