HomeGujaratવાંકાનેરની ઝાલી ગામની વાડીમાંથી રૂ.25,000ની મતાની ચોરી, અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ

વાંકાનેરની ઝાલી ગામની વાડીમાંથી રૂ.25,000ની મતાની ચોરી, અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ

વાંકાનેર તાલુકાના ઝાલી ગામના રહેવાસી અજયભાઈ છનાભાઈ ખમાણીએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર ઝાલી ગામની સીમમાં આવેલી તેમની “કરાર” તરીકે ઓળખાતી વાડીમાંથી કોઈ અજાણ્યો ચોર પાણીની મોટર તથા મોટરનો સર્વિસ વાયર ચોરી કરી ફરાર થઈ ગયો હતો.

ચોરી થયેલી પાણીની મોટરની કિંમત રૂ. 20,000 અને સર્વિસ વાયરની કિંમત રૂ. 5,000 મળી કુલ રૂ. 25,000નું નુકસાન થયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW