HomeGujaratરાજકોટની એટલાન્ટિસ બિલ્ડિંગ માં આગ, 3 લોકોના મોત રેસ્ક્યું ઓપરેશન યથાવત

રાજકોટની એટલાન્ટિસ બિલ્ડિંગ માં આગ, 3 લોકોના મોત રેસ્ક્યું ઓપરેશન યથાવત

રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આવેલી એટલાન્ટીસ બિલ્ડીંગના p પાંચમા અને છઠ્ઠા માળની વચ્ચે વહેલી સવારે કોઈ કારણોસર આગ ફાટી નીકળી હતી જેના કારણે સમગ્ર બિલ્ડિંગમાં અફરાતા ફ્રી નો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા રાજકોટ ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં ફસાયેલા લોકોને હાઇડ્રોલીક ક્રેન મદદથી રેસ્ક્યું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.જોકે આ રેસક્યું ઓપરેશન પૂર્વે ત્રણ લોકોના મોત નીપજ્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે જોકે આ મૃતકની ઓળખ થઈ શકી નથી જેથી મૃતક બિલ્ડિંગમાં રહેવાસી છે કે નહિ તે માહિતી સામે આવી નથી.

ઉલ્લેખનીય છે કે 150 ફૂટ રીંગ રોડ પર આવેલી આ વિસ્તાર શહેરનો પોશ એરીયા છે. અને એટલાન્ટિસ બિલ્ડિંગમાં નામાંકીત ડોકટરો જ્વેલર્સ તેમજ નામી લોકો.રહેતા હોય હાલ.આ બિલ્ડિંગ માં ફાયર. સીસ્ટમ કાર્યરત.હતી કે નહિ તે અંગે ની માહિતી તપાસ બાદ સામે આવી શકે છે

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW