HomeGujaratઅમદાવાદમાં રમકડાં-ખાદ્ય પદાર્થની આડમાં 3.45 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

અમદાવાદમાં રમકડાં-ખાદ્ય પદાર્થની આડમાં 3.45 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

તહેવારો પહેલા ફરી એક વખત અમદાવાદમાં વિદેશથી આવતું ડ્રગ્સ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધું છે. આ વખતે 3.45 કરોડ જેટલી કિંમતનું એમડી, ચરસ અને હાઇબ્રીડ ગાંજાને રમકડા અને ખાદ્ય પદાર્થની આડમાં ઓનલાઈન મંગાવવામાં આવ્યું હતું. જે અંગેની જાણ થતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે રેડ કરીને ફોરેન પોસ્ટ ઓફિસથી ઓનલાઈન આવેલું ડ્રગ્સ ઝડપી લીધું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને તહેવારો પહેલા ડ્રગ્સના મોટા જથ્થાને કોઈ રિસિવ કરવા આવે તે પહેલા કબજે કરવામાં મોટી સફળતા મળી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે છેલ્લા કેટલાક સમયથી ડાર્ક વેબ અને અલગ-અલગ વીપીએનની મદદથી ઓનલાઈન ડ્રગ્સ મંગાવવામાં આવતું હતું. જે સંદર્ભ ક્રાઈમ બ્રાન્ચ અને અન્ય એજન્સીઓ તેના પર વોચ રાખી રહી હતી. તે સમયે ફોરેન પોસ્ટ ઓફિસમાં કેટલાક શંકાસ્પદ કુરિયર આવ્યા અને જે અંગેની જાણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોને મળી હતી. જેના આધારે અમદાવાદની ટીમે તપાસ કરતા આ જથ્થાની અંદર રમકડા અને ખાદ્ય પદાર્થની અંદર 3.45 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું હતું. જેમાં હાઇબ્રીડ ગાંજો, ચરસ અને એમડી ડ્રગ્સ હોવાનું સામે આવ્યું છે. હાલ તેની અંદાજિત કિંમત 3.45 કરોડથી વધુ થાય છે. આ સમગ્ર મામલે હવે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ રેકેટના તાર શોધવા માટે તપાસ શરૂ કરી છે. યુએસએ, કેનેડા અને થાઈલેન્ડમાંથી ઓર્ડર થયાની શંકા છે. ઓનલાઈન આ ડ્રગ્સ મંગાવવામાં આવ્યું હતું. પરંતુ તેના રિસિવર અંગેની તપાસ ચાલી રહી છે. યુએસએ, કેનેડા અને થાઈલેન્ડ જેવા દેશોમાંથી ડાર્ક વેબથી આ ઓર્ડર કરવામાં આવ્યો હોવાની શક્યતા છે. જે સંદર્ભે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તપાસ કરી રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW