મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર શક્તિ ટાઉનશીપમાં આવેલ નક્ષત્ર હિલ્સમાં રહેતા સુર ઉર્ફે સુરેશ લાલબહાદુર પરિહાર ઉ.30 નામના નેપાળના વતની યુવાને ગત તા.-09/03/2025ના રોજ આર્થિક સંકળામણથી કંટાળી પોતાની રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી ગયા હતા. જયાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે મોરબી સીટી એ-ડિવિઝન પોલીસે તેના મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

