HomeGujaratટંકારાના ધ્રુવ નગર નજીક ઢોર આડે ઉતરતા એક સાથે ચાર વાહનો ટકરાયા,...

ટંકારાના ધ્રુવ નગર નજીક ઢોર આડે ઉતરતા એક સાથે ચાર વાહનો ટકરાયા, બાઈક ચાલક ને ઈજા

રાજકોટ મોરબી હાઈવે પર ધ્રુવ નગર નજીક સમયે એક અકસ્માત સર્જાયો હતો જેમાં રસ્તા પર ઢોર આડા ઉતરતા તેને બચાવવા એક વાહન ચાલકે બ્રેક મારતા તેની પાછળ આવતા અન્ય વાહન ચાલકોએ પણ કાબુ ગુમાવતા એક પાછળ એક એમ ચાર વાહન ટકરાયા આ અકસ્માત માં એક ઈનોવા કાર, એક મહિન્દ્ર પીક અપ,ફોર્ચ્યુનર સહિતની કાર આગળ પાછળ ટકરાવના કારણે ક્ષતિ ગ્રસ્ત થઇ હતી જોકે જીજે 36 M 2305 નંબરના બાઈકને કારની વધુ ટક્કર લગતા બાઈક સવાર ને હાથ પગ અને શરીરમાં અલગ અલગ જગ્યાએ ઈજા પહોચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા તો બાઈકમાં મોટા પાયે નુકશાન થયું હતું

બનાવને પગલે રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો જે બાદ ટંકારા પોલીસ મથકની પીસીઆર સ્થળ પર દોડી ગઈ હતી અને અકસ્માતગ્રસ્ત વાહનો સાઈડ કરી ટ્રાફિક જામ ક્લીયર કરાવ્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW